Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, નદીઓ બની ગાંડીતૂર

Live TV

X
  • રાજ્યમાં ગતવર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ 91 ટકા સારો વરસાદ નોંધાયો છે. જો કે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે.

    હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે, ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134 મીટરે પહોંચતા, ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. 

    કડાણા ડેમના ઉપરવાસમાં આવેલા મહી બજાજ, સોમકમલા અને ઝાંખમ ડેમમાંથી પાણી છોડાતા કડાણા ડેમમાં પાણીની આવક 2 લાખ 5 હજાર 752 ક્યુસેક થઈ છે. ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા માટે ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 2 લાખ 54 હજાર 927 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

    લાખો ક્યુસેક પાણી છોડતા મહી નદી કિનારેના બે ગામ રાબડીયા અને ખરોલમાં પાણી ભરાવવાની શક્યતાને પગલે તંત્રએ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત નદી કિનારા 83 ગામોને પણ એલર્ટ કરાયા છે. અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. 

    હાલ આ સાથે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લાના છ તાલુકામાં ખાનપુરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં 2 ઈંચ, કડાણામાં 2 ઇંચ, સંતરામપુરમાં 1.5 ઈંચ, બાલાસિનોરમાં 1 ઈંચ અને વીરપુરમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. .
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply