ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીઘેલા ઘીના સેમ્પલનું આવ્યું પરિણામ
Live TV
-
171 ઘીના સેમ્પલમાંથી 160 ઘીના સેમ્પલ પાસ, 11 સેમ્પલ ફેઈલ
રા્જયના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસમાં સમગ્ર ગુજરતમાંથી અંદાજીત 7.25 લાખનું 1500 કિલો ઘી જપ્ત કરી કુલ 171 ઘી નાં સેમ્પ લેવામાં આવ્યા હતા. આ રીપોર્ટમાં 160 ઘી ના સેમ્પલ પાસ થયા હતા જયારે 11 સેમ્પલ ફેઈલ થયા હતા. જેમાં ગાયના ઘી ના કુલ પાંચ સેમ્પલ અને દેશી ઘી ના 6 સેમ્પલમાં સોયાબીન, ડાલડા સહિતના અન્ય કેમિકલની ભેળસેળ જોવા મળી હતી. ગાયના ફેલ થયેલા 5 સેમ્પલના નમૂના ભરૂચ, ભાવનગર, નવસારી અને જામનગરમાંથી લેવાયા હતા. જેમાં 2 ફેલ થયા છે. જયારે દેશી ઘી ના ફેલ થયેલા 6 સેમ્પલ પાલનપુર, જૂનાગઢ, ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ શહેરના છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોને સ્વચ્છ ખોરાક મળી રહે તે દિશામાં અમે વધુ કાર્ય કરી રહ્યા છીએ.
