ફોનીની અસર સૌરાષ્ટ્રમાં, વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદી ઝાપટાં
Live TV
-
ફોની વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે..
ફોની વાવઝોડાની અસર , સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે સાવરકુંડલાના બાઢડાથી જાબાળ સુધીના વિસ્તારમાં , વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અહીં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસ્યું હતું. તેમજ ચલાલામાં ધોધમાર વરસાદ પડતા , રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સાવરકુંડલા બાદ અમરેલીના ધારી તાલુકાના જીરા, ખિસરી, કરમદડી, ત્રંબકપુર સહિતના ગામોમાં , વરસાદ પડયો હતો. આ સાથે રાજકોટના જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે , ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાથે જ ભુજ અને યાત્રાધામ અંબાજીમાં , બપોર બાદ વાદળછાયુ વાતાવરણ રહેતા , કમોસમી વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા , લોકોએ ગરીમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે કેરી પકવતા ખેડૂતોમાં , કેરીના પાકને લઈ ચિંતા પ્રસરી હતી.
