બનાસકાંઠામાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ગ્રામ સેવક અને તલાટીને કામગીરી સોંપાઇ
Live TV
-
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય વકર્યો છે, ત્યારે વીસીઇની હડતાળના પગલે ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશનમાં કોઈ જ અગવડના પડે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે સુચારુ આયોજન ગોઠવ્યું છે,
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય વકર્યો છે, ત્યારે વીસીઇની હડતાળના પગલે ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશનમાં કોઈ જ અગવડના પડે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે સુચારુ આયોજન ગોઠવ્યું છે, જિલ્લા કલેકટરે તમામ ગ્રામ પંચાયતોના ગ્રામસેવક તેમજ તલાટીને નોંધણી માટે યુઝર આઇડી અને પાસવર્ડ આપી નોંધણી પ્રક્રિયા દરેક ગામોમાં તાત્કાલિક ધોરણે શરૂ કરાવી છે, તેમજ જો નોંધણી માટે વધુ કમ્યુટરની જરૂર ઉભી થાય તો આઇટીઆઈમાં વયસ્થા ગોઠવી વધુમાં વધુ ખેડૂતને કોઈ અગવડતા વિના લાભ મળે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવે છે..જેનો તત્કાલિક અમલ હાલ બનાસકાંઠાની દરેક ગ્રામ પંચાયતોમાં થઈ રહ્યો છે.ખેડૂતો કોઈ જ મુશ્કેલી વગર અત્યારે તલાટી પાસે નોંધણી કરાવી રહ્યા છે..જિલ્લા કલેકટરના આ આયોજનને ખેડૂતો પણ બિરદાવી રહ્યા છે.
