લોકલ ફોર વોકલઃ આણંદના યુવાને બનાવ્યું ઉકાળા માટે ઓટોમેટીક મશીન
Live TV
-
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત તથા લોકલ ફોર વોકલનું સુત્ર આપ્યું છે. જેના પગલે યુવાનો પણ નવા નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહ્યા છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત તથા લોકલ ફોર વોકલનું સુત્ર આપ્યું છે. જેના પગલે યુવાનો પણ નવા નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહ્યા છે. ત્યારે આણંદ જીલ્લાના યુવાનોએ નવતર પ્રયોગ કરીને કોરોનાના સમયગાળામાં ઉકાળા માટેનું ઓટોમેટીક મશીન બનાવ્યું છે. જેમાં પાંચ અને દસ રૂપિયાનો સિક્કો નાખતા જ ગ્લાસ ભરીને ઉકાળો મેળવી શકાય છે. સામાન્ય રીતે લોકસેવા કરતા મોટાભાગના સેવાભાવી નાગરિકો આવા ઉકાળાનું હાથથી વિતરણ કરતા હોય છે. જેના કારણે કોરોના સંક્રમણની સંભાવના વધી જાય છે. ઉપરાંત લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ જાય છે. એના બદલે ઉકાળાના વિતરણ માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે તો આ બંને સમસ્યાથી છુટકારો મેળવી શકાય તેમ છે. મશીન બનાવનાર યુવાનોએ તેનું રજીસ્ટ્રેશન તથા પેટન્ટ પણ કરાવી લીધી છે. તેઓ આ મશીન રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી જાહેર જગ્યા પર પણ મુકવા માગે છે.
