Skip to main content
Settings Settings for Dark

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ગાયનેક, બાળકો માટે વોર્ડમાં વિશેષ વ્યવસ્થા કરાઇ

Live TV

X
  • રાજકોટ સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ગાયનેક, ચિલ્ડ્રન, કિડનીના કોરોનના દર્દીઓ માટે ખાસ વોર્ડ અને વિશેષ સારસંભાળ રાખવામાં આવે છે. આજ પ્રકારે કોરોનાના ગંભીર દર્દીઓ માટે એક વિશિષ્ઠ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે

    રાજકોટ સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ગાયનેક, ચિલ્ડ્રન, કિડનીના કોરોનના દર્દીઓ માટે ખાસ વોર્ડ અને વિશેષ સારસંભાળ રાખવામાં આવે છે. આજ પ્રકારે કોરોનાના ગંભીર દર્દીઓ માટે એક વિશિષ્ઠ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે, એ છે પોર્ટેબલ એક્સ-રે મશીનની. ખાસ કરીને જે દર્દીઓ અશક્ત છે અને હલનચલન કરી શકતા નથી તેવા દર્દીઓ એક્સ-રે પડાવવા માટે હોસ્પિટલના પહેલા માળે આવેલ એક્સ-રે લેબ સુધી આવી શકતા નથી તેમના માટે ખાસ રોબોટિક એક્સ-રે મશીન દર્દીના બેડ સુધી લઈ જવામાં આવે છે.

    કોરોનાના દર્દીઓમાં વાઇરસને સંલગ્ન ફેફસામાં કફ અને અન્ય અસર જોવા માટે એક્સ-રે જરૂરી છે. જેના રિપોર્ટ પરથી દર્દીની સારવાર અંગે આગળ પગલાં લેવામાં આવતા હોઈ છે. આ માટે ખાસ પ્રથમ માળે એક્સ-રે વિભાગ આવેલો છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓના એક્સ-રે લેવામાં આવે છે. દાખલ થયેલા દર્દીઓ એમાય ખાસ કરીને ગંભીર દર્દીઓ કે જે ચાલી શકવા અસમર્થ હોઈ તેવા દર્દીઓના સૂચના મુજબ એક્સ-રે લેવામાં આવે છે તેમ એક્સ-રે ટેક્નિશિયન બીજલ પટોડીયા અને પ્રિયા ગોસરાજ એ જણાવ્યું હતું . પી.પી.ઈ કીટમાં સજ્જ આ બંને ટેક્નિશ્યન જણાવે છે કે દર્દીઓના 'એ' સાઈડ , 'બી' સાઈડ એક્સ-રે સૂચના મુજબ અમને કેસ પેપરમાં જણાવવામાં આવે છે તે મુજબ ઇમર્જન્સીમાં ૧૦૮ ની જેમ દર્દીના બેડ સુધી મશીન લઈ અમે પહોંચી જઈએ છીએ. દર્દીઓના એક્સ-રે શૂટ કરી પ્લેટ લેબમાં મોકલવામાં આવે છે. જે સ્કેન કરી કમ્પ્યુટરમાં લેવામાં આવે છે. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢવામાં આવે છે. આ એક્સ-રે પરથી રેડીયોલોજીસ્ટ અને મેડિકલ ટીમ આગળ જરૂરી નિદાન કરે છે. કોવીડના પેશન્ટ માટે એક્સ-રે લેતા આ ટેક્સનીશ્યનો છ કલાક પી.પી.ઈ કીટમાં તેમની જાતને સુરક્ષિત રાખી આ કામ જોખમી હોવા છતાં તેઓ હિંમતપૂર્વક તેઓની ફરજ નિભાવી રહ્યા છે. આજ રીતે અન્ય લેબ ટેક્નિશ્યન પ્રિયા ગોસરાજ પણ આજ પ્રકારે ઓપીડી પેશન્ટ માટે પણ એક્સ-રે લેબમાં તેમજ પોર્ટેબલ મશીન ઓપરેટ કરે છે.

    લેબ ખાતે રેડિયોલોજી વિભાગના ડોક્ટર શિવાનંદ અન્ય રાજ્યમાંથી આવી અહીં રાજકોટ ખાતે તેમની વિશેષ સેવા આપી રહ્યા છે. ૨૪ કલાક એક્સ-રે વિભાગ કાર્યરત રહેતો હોવાનું તેઓ જણાવી કહે છે કે અહીંના દર્દીઓનો પ્રેમ અને લાગણીને કારણે અમે ગમે તેટલી કલાક કામ કરીએ છતાં અમને થાક નથી લાગતો પણ શુકુનનો અનુભવ કરીએ છીએ. અમારી ડ્યુટી રોટેશન મુજબ હોઈ છે પરંતુ હાલની પરિસ્થિતિમાં જરૂર મુજબ અમે ગમે તેટલા કલાક દર્દીઓની સેવા કરી અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply