બારડોલીના પરિવારે મધર્સ ડેની કરી ઉજવણી
Live TV
-
રાજ્ય સહિત દેશભરમાં 12મી મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. બારડોલીના સુમનભાઈ નામના વ્યક્તિએ મધર્સ ડેની ઉજવણી કંઈક અલગ રીતે જ કરી હતી. સુમનભાઈ પોતાની વૃદ્ધ માતાને વ્હીલ ચેરમાં બેસાડીને સપરિવાર સાથે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવ્યો હતો. સુમનભાઈએ જણાવ્યું કે, દરેકે પોતાની માતાની સેવા કરવી જોઈએ કારણ કે માતા-પિતા જ સર્વસ્વ છે. તેમણે ઉમેર્યું કે, માતા-પિતા વૃદ્ધ થઇ જાય તો વૃદ્ધાશ્રમમાં મુકવા ન જોઈએ પરંતુ તેમની વધુ કાળજી રાખવી જોઈએ.
