મહિસાગરના વાવલી ગામમાં પાણીને લઈને હોબાળો
Live TV
-
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામ પંચાયતમાં આવેલા વાવલી ગામે લોકોએ પાણીની સમસ્યાને લઈને હોબાળો મચાવ્યો હતો. ગામલોકોએ નમનાર પાણી પુરવઠાની કેડી એકમને તાળાબંધી કરીને સુત્રોચ્ચાર કરતાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. અંદાજે એક હજાર જેટલી ગામની વસ્તી ધરાવતા આ ગામમાં કુલ સાત હેન્ડ પંપ છે જેમાંથી માત્ર એક જ હેન્ડપંપ કાર્યરત છે પરિણામે પાણીની અછતને લઈને ગામલોકો રોષે ભરાયા હતા.
