મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં રાજકારણમાં ગરમાવો
Live TV
-
કોંગ્રેસ શાસિત મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં સાત માર્ચના રોજ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓ ની રચના માં મહત્વની સમિતિઓ અપક્ષને ફાળવવામાં આવી તેનો મહિલા સભ્યએ વિરોધ કર્યો હતો. સતત ત્રણ ટર્મથી કોંગ્રેસના મેન્ડેટ પર સભ્ય તરીકે ચૂંટાઈ આવતા સિનિયર મુસ્લિમ મહિલા સભ્યની અવગણના થતા અને અપક્ષનું મહત્વ વધતા કોંગ્રેસ મહિલા સભ્ય દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો. તેમણે સમિતિઓને બહાલી ન મળે ત્યાં સુધી સમિતિઓ સ્થગિત રાખવા નગરપાલિકા કમિશનર અને કલેક્ટરને લેખિત જાણ કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું કે સમિતિઓની રચના ગેરકાયદેસર અને ખોટી રીતે કરવામાં આવી છે. જનરલ સભામાં ફરીથી સમિતિઓની રચનાઓ કરવામાં આવે ત્યાં સુધી રચાયેલી સમિતિઓ પર રોક લગાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
