બીટ ગાર્ડની પરીક્ષાના કોલલેટર પહેલી ફેબ્રુઆરીથી કરી શકાશે ડાઉનલોડ
Live TV
-
બીટ ગાર્ડની પરીક્ષાના કોલલેટર પહેલી ફેબ્રુઆરીથી કરી શકાશે ડાઉનલોડ
રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં લેવાઈ શકે છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે મહત્વનું નિવેદન આપતાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે અત્યાર સુધી 3 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં જ યોજવાનું આયોજન છે. સાથે તેમણે જણાવ્યું કે, બીટ ગાર્ડની પરીક્ષાના કૉલ લેટર 1 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. બીટ ગાર્ડની પરીક્ષા માટે 4 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સાથે જ હસમુખ પટેલે કહ્યું કે, માર્ચમાં દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયરની જગ્યાઓ ભરવા માટે પરીક્ષાઓનું આયોજન કરાશે.
