બોટાદ: નાવડા ગામનું તળાવ તૂટ્યું, ઘરવખરી પાણીમાં ગરકાવ
Live TV
-
ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે હાલાકી
બોટાદ, બરવાળાના નાવડા ગામમાં ભારે વરસાદના પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 15 ઈંચ વરસાદ ખાબકતા, તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના અને નાવડા ગામનું તળાવ તૂટવાના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. મોટા પ્રમાણમાં ગામમાં પાણી ફરી વળતા ગામમાં કમર સમાં પાણી ભરાયા હતા. તો, તો નિચાણવાળા વિસ્તારમાં ઘરોમાં ભરાયા પાણી ભરાતા ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સુવિધા ન મળતા ગામના લોકો રોષે ભરાયા હતા.
