Skip to main content
Settings Settings for Dark

મોરબી અને અમદાવાદમાં દીવાલ ધરાશાયી : 12નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Live TV

X
  • રાજ્યભરમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબી ખાતે ગોઝારી ધટના સામે આવી છે. જેમાં મોરબી ખાતે મચ્છુનગર નજીક ખુલ્લાં પ્લોટમાં ઝુપડામાં રહેતા મજુરોના ઝુપડાં પર દીવાલ ધસી આવતા કુલ આઠ મજૂરોના મોત અને ચાર મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. જો કે ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળ પર દોડી આવ્યાં હતા. અને બચાવ કામગીરી ત્વરીતે આદરી હતી. આ ગોઝારી ઘટના ઉપરાંત સતત બે દીવસથી વરસી રહેલા વરસાદના કારણે મોરબી શહેરની વિવિધ સોસાયટી સહીત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

    તો બીજી  બાજુ અમદાવાદ નજીક આવેલા શેલા ગામમાં નિર્માણાધીન બંગલાની દીવાલ ધરસાઈ થતા, તેની નજીક સુઈ રહેલા ચાર લોકોના મોત થયાના સમાચાર છે. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ચાર લોકોને બહાર કાઢી સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સોલા સિવિલ દ્વારા ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. મૃતકમાં એક પુરુષ અને એક મહિલા સહિત 2 વર્ષના એક બાળક અને 3 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply