ભરુચ જિલ્લા પોલીસે 6 બુટલેગરોને ઝડપી પાડ્યા
Live TV
-
8 લક્ઝુરિયસ ગાડીઓ સાથે જઈ રહ્યા હતા બુટલેગરો
ભરૂચ જિલ્લા પોલીસે, નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ કેબલ બ્રિજ પર થી ,ફિલ્મી ઢબે ,એક સાથે 8 લક્ઝુરિયસ ગાડીઓ ના કાફલા ને વિદેશી દારૂ ના જથ્થા સાથે ,6 જેટલા બુટલે ગરો ને પણ ,ઝડપી પાડ્યા હતા. ભરૂચ અને વડોદરા ના બે મોટા બુટલેગર ,લક્ઝુરિયસ કાર માં દારૂ ની હેરફેરી કરવાના છે, તેવી,એક બાતમી ના આધારે ક્રાઈમ બ્રાંચે ભરૂચ ના હાઇવે પર આવેલ કેબલ બ્રિજ પર ,નાકાબંદી કરી હતી. નાકાબંદી દરમ્યાન, પોલીસે ,એક બાદ એક એમ કુલ 8 લક્ઝુરિયસ કાર ને ફિલ્મી ઢબે ટ્રાફિક જામ કરી અને રોકી પાડી અને ચેક કરતાં 6 કાર માંથી 213 થી વધુ વિદેશી દારૂ ની પેટીઓ મળી આવી હતી. તેમજ, બે કાર આ 6 ગાડીઓ નું પાઇલોટિંગ કરતી હતી તેને પણ ક્રાઇમબ્રાંચ ની ટીમે ઝડપી પાડી હતી. ક્રાઇમ બ્રાંચ ની ટીમે આ 8 ગાડી ઓ માંથી ગાડીઓ ચલાવનાર ,6 જેટલા બુટલેગરો ની પણ ધરપકડ કરી છે.
