ભરૂચમાં સર્જાયેલા અકસ્માતમાં બે જૈન સાધ્વીના મોત
Live TV
-
ટેમ્પાની અડફેટે આવતા મોત થતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી
ભરૂચમાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બે જૈન સાધ્વીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે..ભરૂચ નજીક અસુરિયા પાસે ટેમ્પાની અડફેટે આવી જતા બન્ને જૈન સાધ્વીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા..બન્ને જૈન સાધ્વીઓ જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવ જતા હતા તે વખતે ટેમ્પાની અડફેટે આવી ગયા હતા..ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોચી હતી..અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
