ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક મળી
Live TV
-
મુખ્યમંત્રીએ પાસ કન્વિનર હાર્દિક પટેલ પર પણ નિસાન સાધ્યુ હતું અને તેમના કોંગ્રેસ પ્રવેશ અંગે જણાવ્યું હતું કે તેમના વિજયનો નિર્ણય પ્રજા જ કરશે.
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોએ ,પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ,ભાજપના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી આ કોર ગ્રુપની બેઠકમાં ,લોકસભા બેઠકના પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ સાથે ,સંવાદ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તમામ બેઠકો પર વિજય મેળવવા માટેની ,રણનીતિ સાથે ,લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી પર ,ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પર લોકોને વિશ્વાસ રહ્યો નથી, અને કોંગ્રેસ દેશનું નેતૃત્વ સંભાળી શકે એમ નથી. સાથેજ મુખ્યમંત્રીએ પાસ કન્વિનર હાર્દિક પટેલ પર પણ નિસાન સાધ્યુ હતું અને તેમના કોંગ્રેસ પ્રવેશ અંગે જણાવ્યું હતું કે તેમના વિજયનો નિર્ણય પ્રજા જ કરશે.
