ભાજપને ઝટકો, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને હાઈકોર્ટે ઠેરવ્યા ગેરલાયક
Live TV
-
દ્વારકા વિધાનસભાની ચૂંટણી 2017 અન્વયે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલા ઇલેક્શન પીટીશનમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી તેને ગેરલાયક ઠેરવતા, ભારતીય જનતા પક્ષને ઝટકો લાગ્યો છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં રહેલ ભૂલ અંગે વાંધો ઉઠાવીને, કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી 82 દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરતાં , હવે આ બેઠક ઉપર ફરી ચૂંટણી થવાના સંજોગો ઊભા થયા છે.
