Skip to main content
Settings Settings for Dark

100 જેટલા ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા

Live TV

X
  • છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા

    પાછલા દોઢ થી બે વર્ષ પાકીસ્તાનના કરાંચી સ્થિ લાંડી જેલમાં કાળાપાણીની સજા ભોગવી ચૂકેલા ભારતીય માછીમારોને પાકિસ્તાને મુક્ત કરતા તેઓ માદરે વતન પરત ફર્યા છે. પાકિસ્તાન જેલમાંથી છૂટેલા 100 જેટલા માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં અમૃતસરથી મોડી રાતે વડોદરા રેલ્વે સ્ટેશન પર આવી પહોચ્યા હતા. પાકીસ્તાન દ્વારા કુલ 360 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવનાર છે. જેમાંથી પ્રથમ તબક્કામાં 100 માછીમારો મુક્ત થઈ વતન પરત ફર્યાં છે. મુક્ત કરાયેલ 100 માછીમારોમાં મોટા ભાગના ગુજરાતના વેરાવળ, ઉના, કોડિનાર, જુનાગઢ અને દિવના વતની છે. આ ઉપરાંત 14 માછીમારો ઉત્તરપ્રદેશના છે. પાકિસ્તાનની કેદમાંથી મુક્ત કરાયેલ તમામ માછીમારોના ચહેરા પર આઝાદીનો આનંદ જોવા મળતો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply