ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ
Live TV
-
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજવામા આવેલી બેઠકમાં ખેડૂતોની મુશ્કેલી, ટેકાના ભાવ અને સરદાર યાત્રાના આયોજન અંગે ચર્ચા કરાઇ.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ રહી છે. ગાંધીનગર ખાતે યોજાનારી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રદેશ ભાજપના અન્ય હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા અને મહાનગરના પ્રભારીઓ તથા મહા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓના અનુસંધાને ચર્ચા કરાઈ હતી. આ અંગે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પૂર્વે તમામ 26 બેઠકો પર પક્ષના કાર્યકરો વિસ્તારક તરીકે જશે. આ ઉપરાંત સરદાર પટેલ જયંતી પૂર્વે 20થી 29 ઓક્યોબર સુધી ચાર ઝોનમાં સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ સિવાય અનેક વિસ્તારોમાં ચોમાસુ નબળુ જવાના કારણે ખેડૂતોની મુશ્કેલી નિવારવા પાકના ટેકાના ભાવ માટે આગોતરું આયોજન કરવાની હૈયાધારણા આપી હતી.
