Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લખનઉમાં એકતા સંવાદ જાહેર સભામાં સંબોધન કર્યુ

Live TV

X
  • યુપીના સીએમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપ્યુ

    આગામી તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા લખનઉ પહોંચ્યા છે. જ્યાં આજે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને વિધિવત આમંત્રણ પાઠવ્યું હતું. આ તકે વિજય ભાઈએ યોગી આદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર, કોફી ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રી મંડળ ની સમૂહ તસ્વીર ભેટ આપી હતી.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતીમા સ્થળની માહિતી આપતા જણાવ્યું હતું કે ,આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને ,તેવી વ્યવસ્થા સરકારે કરી છે./ રોજ ના 15 હજાર થી વધુ પ્રવાસીઓ આ સ્થળ ની મુલાકાત લેશે તેમના માટે એક અને અખંડ ભારત ની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્ય ના ભવનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. સામા પક્ષે યુ.પી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરદાર પટેલની આ પ્રતિમાના આધાર પર ,અયોધ્યામાં ભગવાન રામચંદ્રની પ્રતીમાના નિર્માણ માટેની ,સંભાવનાઓ ચકાસવા અને ,ટેક્નિકલ સહયોગ માટે ,એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવા કરેલા ,સૂચન ને ,વિજય ભાઈએ આવકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજ્યોના પોલીસ વડાઓ ની પરિષદ તેમજ ,રાજ્યો ની વિધાન સભા ના અધ્યક્ષોની ,કોન્ફરન્સ પણ યોજાવાની છે. /આ બેઠકમાં ગુજરાત ના ગિફ્ટ સીટીમાં ,શરૂ થયેલી ,ગ્લોબલ ફાયનાન્સિયલ એક્ટીવીટી તેમજ ,વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા સંદર્ભે, પણ વિશદ ચર્ચા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply