મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તરપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે
Live TV
-
વિજયભાઈ રૂપાણી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનારી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પાઠવશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજ સાંજથી ઉત્તરપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. વિજયભાઈ રૂપાણી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આગામી 31 ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનારી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પાઠવવા મુલાકાત કરવાના છે. મુખ્યમંત્રી આજે સાંજે લખનૌ પહોંચશે. આવતીકાલે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે મુલાકાત બાદ લખનૌમાં આયોજીત એકતા સંવાદ જાહેર સભાને વિજયભાઈ રૂપાણી સંબોધશે. તો મુખ્યમંત્રી લખનૌમાં ગુજરાતી સમાજના લોકો સાથે પણ સંવાદ ગોષ્ઠિ કરશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિષયક પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે.
