શહેરમાં વધતા રોગચાળાને નાથવા મેયરની તાકીદની બેઠક
Live TV
-
મચ્છરજન્ય રોગોના આંકડા અંગેની વિગતો પણ મેળવી શહેરના જે વિસ્તારોમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધારે નોંધાયું હોય તેવા સ્થળોએ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવશે
શહેરમાં વધતા રોગચાળાને નાથી શકાય તે માટે આજે અમદાવાદ કોર્પોરેશનના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દરેક ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મચ્છરજન્ય રોગોના આંકડા અંગેની વિગતો પણ મેળવવામાં આવી હતી. તેમજ શહેરના એવા વિસ્તારો જ્યાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધારે નોંધાયું છે તેવા સ્થળોએ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવશે. જે અંતર્ગત ઘેર ઘેર જઇને આરોગ્ય વિભાગ ગંદકીનો નાશ કરવા તેમજ પાણીનો સંગ્રહ ન કરવા સમજણ પૂરી પાડશે. તેમજ પાણીની ટાંકી કે નાના પાત્રમાં પાણી સંગર્હ થયેલો હસે તો સોસાયટીને દંડ પણ ફટકારવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા સોલિડવેસ્ટ ના અધિકારીઓ પાસે પણ સફાઇ કામગીરીનો અહેવાલ માંગવામાં આવ્યો હતો. રોગચાળાને નાથવા મેયર બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસમાં વધુને વધુ મશીનરી તથા તંત્રને કામે લગાડી શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગોને કાબૂમાં લેવા કડક પગલાં લેવામાં આવશે.
