ભાજપ દ્વારા રાજ્યમાં 26 બેઠક માટે ઉમેદવારોનું સેન્સનું કામ પૂર્ણ
Live TV
-
ભાજપ દ્વારા રાજ્યમાં 26 લોકસભાની બેઠક માટેના ઉમેદવારોનું સેન્સનું કામ ગઈકાલે પૂર્ણ થયું હતું. ત્યારે હવે આજથી ત્રણ દિવસ માટે ગુજરાત ચૂંટણી સમિતિ ગાંધીનગર ખાતે મળશે. આજે દક્ષિણ ગુજરાતની 5 અને મધ્ય ગુજરાતની 6 લોકસભા એમ કુલ 11 લોકસભાના ઉમેદવારોની ચર્ચા-વિચારણા થશે. આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર , મુખ્યમંત્રી વિજય રૂપાણી , તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળશે. ત્યારે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આ અંગેની વધુ માહિતી આપી હતી.
