ભારતીય ટપાલ વિભાગ મહેસાણા દ્વારા 'આધાર આપને દ્વાર' અભિયાન ચાલુ કરવામાં આવ્યું
Live TV
-
ભારતીય ટપાલ વિભાગ મહેસાણા દ્વારા આધાર આપને દ્વાર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહેસાણા ટપાલ વિભાગની ટીમ આધાર ઉપકરણો સાથે સોસાયટી, પોળ વિસ્તાર કે પરામાં ઉપસ્થિત રહેશે.આ સેવાનો લાભા પોતાના ઘર આંગણે લઈ શકે તેવા અનોખા કાર્યક્રમની શરૂઆત ટપાલ વિભાગ દ્વારા કરાઈ છે. જે વિસ્તારમાં નોંધણીકે સુધારણા 25થી વધુ ગ્રાહકો હશે, ત્યાં આ કેમ્પ કરવામાં આવનાર છે. આ અંગે સુપ્રિન્ટેન્ડેટ ઑફ પોસ્ટ ઑફિસમાંના મહેસાણા ડિવિઝનનો સંપર્ક કરવાનો રહેશે.ટપાલ વિભાગ દ્વારા આ કરવામાં આવેલ આ અભિયાનથી નાગરિકો રોજિંદા કાર્યમાં સરળતા થશે. આધારકાર્ડ અંગેની લોકજાગૃતિમાં વધારો થશે.
