સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં 60થી વધુ હોલાઓના મોત
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે 60થી વધુ હોલાઓના મોત થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે 60થી વધુ હોલાઓના મોત થયા છે. આ મૃત હોલા ખાતા 10થી વધુ ગલુડીયાના મોત થતા ગોરીયાવાડ પંથકમાં બર્ડફ્લુ હોવાની આશંકા સર્જાઈ છે. આ અંગે ગામના લાલભા ચૌહાણે જણાવ્યું હતું કે, ચબૂતરા પાસે દાણા ખાવા આવેલા હોલાઓના ગળાના ભાગે સોજો આવતા તેમના મોત નીપજ્યા હતા. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા મૃત હોલાઓના સેમ્પલ્સ બજાણા ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી અપાયા છે.
