ભારતીય નૌસેના દ્વારા લોનાવાલાથી શરૂ કરાયેલા મોટરકાર રેલી જામનગર ખાતે આવી પહોંચી
Live TV
-
ભારતીય નૌસેના દ્વારા લોનાવાલાથી શરૂ કરાયેલા INS શિવાજીની પ્લેટિનમની ઉજવણીના ભાગરૂપે મોટરકાર રેલી જામનગર INS વાલસુરા ખાતે આવી પહોંચી હતી. મોટરકાર રેલી લઈને આવેલા તમામ નેવીના જવાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મોટર કાર રેલીને જામનગરની નેવી વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર દ્વારા ફ્લેગ ઓફ સેરેમની દ્વારા પ્રસ્થાન કરાવી અન્ય રાજ્યમાં જવા રવાના કરાઈ હતી. આ પ્રસંગે નેવી વાલસુરાના તમામ જવાનો દ્વારા કારચાલકોનું મનોબળ વધારવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જ્યારે ભારતીય નૌસેનાની જીવનશૈલી વિશે લોકોમાં જાગૃતતા માટે શરૂ કરાયેલા નેવીના અભિયાન માટે તમામ કારચાલકોને જામનગરના કમાન્ડિંગ ઓફિસરે શુભેચ્છાઓ પાઠવી હતી. તો પ્લેટિનમ જુબિલીના ભાગરૂપે દેશભરની 12 હજાર કિલોમીટરની યાત્રાના પરિભ્રમણે નીકળેલા કાર ચાલકોએ જામનગરની નેવી વાલસુરા દ્વારા કરાયેલા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
