Skip to main content
Settings Settings for Dark

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા રાખડીઓની ડિલીવરી માટે કરાઈ ખાસ વ્યવસ્થા

Live TV

X
  • બહેનો પોતાના વ્હાલા ભાઈને સરળતાથી રાખડી મોકલી શકે તે માટે, દરવર્ષની માફક આ વર્ષે પણ ભારતીય પોસ્ટ વિભાગે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ઘણી બહેનો પોતાના ભાઈને રૂબરૂ રાખડી બાંધવા જઈ શકશે નહી.ત્યારે આ વર્ષે પોસ્ટ વિભાગ બહેનોની ઈચ્છા પરીપૂર્ણ કરશે. રક્ષાબંધનને ધ્યાને રાખી, પોસ્ટ વિભાગે રાખડીઓની ડિલીવરીની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. હાલ પરિવહન સેવા અને ટ્રેનો બંધ છે. ત્યારે આવા સમયે ભાઈઓ સુધી જલ્દીમાં જલ્દી બહેનોની રાખડીઓ પહોંચે તે માટે તમામ અગ્રણી પોસ્ટ ઓફીસમાં રાખડી સ્વીકારવાની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલના જણાવ્યા મુજબ, દેશની અંદર 28 જુલાઈ અને વિદેશો માટે 25 જૂલાઈ સુધી રાખડીઓ મોકલી શકાશે.તેમજ 10 રૂપિયાની કિંમતના વિશેષ રાખી કવર દરેક પોસ્ટ ઓફિસ પર ઉપલબ્ધ છે. ત્યારે ભારતીય પોસ્ટ વિભાગની રાખડી મોકલવાની વિશેષ ડિલીવરી વ્યવસ્થાથી બહેનો પણ ખુશ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply