રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા, તો 777 દર્દીઓ થયા સાજા
Live TV
-
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,48,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,08,840 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,613 છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર છે અને 11,535 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,659 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને રાજ્યમાં કુલ 2167ના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયા છે, જેમાંથી સુરતમાં 11,અમદાવાદમાં 4, વડોદરામાં 2, નવસારીમાં 2, ગીર સોમનાથમાં 1ના મોત થયા છે.
નવા કેસ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 178 અને ગ્રામીણમાં 15 થઈ 193 અમદાવાદ જિલ્લામાં નવા નોંધાયા છે. તો સુરત શહેરમાં 209 અને ગ્રામીણમાં 75 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા 60 અને ગ્રામીણમાં 18 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં નવા 40 અને ગ્રામીણમાં નવા 16 કેસ નોંધાયા છે.
