ભાવનગગરમાં તળાજાના મેથળા બંધારાની કામગીરી પુરજોશમાં
Live TV
-
ભાવનગરના તળાજાનો મેથળા બંધારો અગાઉ રૂપિયા 50 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ બંધારાની પાછળના ભાગે સરકાર હવે રૂ.૧૩૭ કરોડના ખર્ચે વૈશ્વિક ડીઝાઈનનો મજબુત બંધારો તૈયાર કરવા જઈ રહી છે.
ભાવનગરના તળાજાનો મેથળા બંધારો અગાઉ રૂપિયા 50 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ બંધારાની પાછળના ભાગે સરકાર હવે રૂ.૧૩૭ કરોડના ખર્ચે વૈશ્વિક ડીઝાઈનનો મજબુત બંધારો તૈયાર કરવા જઈ રહી છે.જેનો ફાયદો ૧૨ થી વધુ ગામોને થશે અને આ વિસ્તારોમાંથી થતું લોકોનું સ્થળાંતર અટકી જશે. આ બંધારો વૈશ્વિક ડીઝાઈન અનુસાર બનશે. જેમાં લંબાઈ અને ઉંચાઈ નું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ બંધારા માટે વનવિભાગની ૬૦૦ હેક્ટર, તેમજ ૨૬૧ હેક્ટર ખાનગી ખેડૂતોની જમીન ડૂબમાં જશે. જેમાં વનવિભાગને આ જમીનને બદલે નવી જમીન અન્ય જગ્યા પર આપી દેવામાં આવી છે જયારે ખેડૂતો સાથે સંપાદનની કાર્યવાહી હાલ ચાલી રહી છે જે પૂર્ણ થયે આ બંધારા ની કામગીરી હાથ ધરવામાં આવશે.
