Skip to main content
Settings Settings for Dark

ભાવનગરના ખાટડી ગામની વાડીમાં દીપડો કૂવામાં ખાબક્યાની ઘટના બની

Live TV

X
  • ભાવનગરના ખાટડી ગામની એક વાડીમાં દીપડો કૂવામાં ખાબક્યાની ઘટના બની હતી. વાડીમાં બાંધેલી વાછરડીનું મારણ કર્યાં બાદ દીપડો કૂવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે વનવિભાગ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પહેલા પાંજરામાં ડોક્ટરને કૂવામાં ઉતાર્યા હતા. તેમણે દીપડાને ટ્રેન્કવીલાઈઝર વડે બેભાન કરીને બહાર કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ દીપડો બેભાન ન થતાં આખરે રાત્રે 10 વાગ્યે દીપડાને દોરડા વડે બાંધીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply