ભાવનગર અને ઘોઘા- દહેજ વચ્ચે રોપેક્સ સર્વિસનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ
Live TV
-
આ રો રો સેવાઓને પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રના સમુદ્રી વેપારને તેમજ સરળ ઝડપી અને સુવિધા યુક્ત યાતયાતને વેગ મળશે-CM
ભાવનગર અને ઘોઘા- દહેજ વચ્ચે રોપેક્સ સર્વિસનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે ,આગામી ડિસેમ્બર 2018 માં ,હજીરા ઘોઘાની ,રો રો સેવા પણ ,રાજ્ય સરકાર શરૂ કરવાની દિશામાં ,આગળ વધી રહી છે.તેમણે કહ્યું કે, આ રો રો સેવાઓ ને પરિણામે ,સમગ્ર સૌરાષ્ટ્રના, સમુદ્રી વેપારને ,તેમજ સરળ ઝડપી અને , સુવિધા યુક્ત યાતયાતને વેગ મળશે. આ ફેરી સેવા થકી ,મુસાફરો અને વાહનોનું ,દરિયાઈ પરિવહન સરળ થશે ,અને આ શહેરો વચ્ચેનું, અંતર કાપવાના સમયમાં ,ઘટાડો થશે.

સાથે જ પ્રવાસનને ,નવી દિશા મળશે. જેના થકી રોજગારની નવી તકો ઉભી થશે. આ યોજના રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ,મહત્વપૂર્ણ બની રહેશે.રોપેક્સ ફેરીના કારણે ટ્રાફિક હળવો થશે ,અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વ્યાપારને ,વેગ મળશે. વિજય ભાઈ રૂપાણી એ કચ્છ સહિત ,રાજ્યના દરિયા કિનારાના ,યાત્રા ધામોને પણ ,આવી સેવાઓથી ,સાંકળી લેવાનું ,ભાવિ આયોજન રાજ્ય સરકારનું છે ,તેની વિશદ ભૂમિકા આપી હતી

