Skip to main content
Settings Settings for Dark

ભાવનગર અને જેતલસર વચ્ચે નવી પેસેન્જર ટ્રેન શરૂ

Live TV

X
  • ટ્રેન શરૂ થવાથી રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓના મુસાફરોને ભાવનગર તરફની મુસાફરી માટે નવી રેલ સેવા શરૂ

    આજે ભાવનગર-જેતલસર વચ્ચે પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભારતીય રેલએ દિવાળી બાદ ભાવનગર અને જેતલસરના લોકોને નવી ભેટ આપી છે.
    ભાવનગર અને જેતલસર વચ્ચે આજથી દરરોજ નવી 2 પેસેન્જર ટ્રેન દોડશે. આજે આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેતલસર જંકશન પર નવી ટ્રેનનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 
    આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ રેલવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર અને જેતલસર વચ્ચે ફરી બે ટ્રેનો શરૂ થતાં મુસાફરોમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી હતી. નવી બે પેસેન્જર ટ્રેન શરૂ થતાં લોકોને પોરબંદરથી ભાવનગર સુધીની મુસાફરી સહેલી થશે. આ ટ્રેન શરૂ થવાથી રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લા સહિતના મુસાફરોને ભાવનગર તરફની મુસાફરી કરવામાં સરળતા રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply