ભાવનગર-અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનને મળી લીલી ઝંડી
Live TV
-
ભાવનગર-અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમદાવાદ-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન થકી બે જિલ્લાનું જોડાણ થયું છે. ધનતેરસના શુભ તહેવારે ભાવનગરમાં પરિવહન ક્ષેત્રે નવું છોગું ઉમેરાયું હોવાની સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે વાત કરી હતી. રેલ્વે મંત્રાલય દ્વારા ભાવનગર-સાબરમતી-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 6 વાગ્યે ઉપડશે અને 10:30 વાગ્યે સાબરમતી સ્ટેશને પહોંચશે અને સાંજે 4 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડીને રાત્રે 8:30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોચશે.
