સુરેન્દ્રનગરના પાટડીમાં 2 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયું લોકાર્પણ
Live TV
-
કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં હસ્તે સુરેન્દ્રનગરના પાટડીમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 2 કરોડ 22 લાખ રૂપિયાના કામોનું ખાતમુર્હુત અને 50 લાખ રૂપિયાનાં કામોનું લોકાર્પણ તેમજ નગરપાલિકા વિસ્તારમાં 8 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજનાની શરૂઆત કરાવવામાં આવી હતી. વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં હસ્તે આ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા આ લોકાર્પણ અને ખાતમુર્હૂત થકી સ્થાનિક લોકોને સુવિધાઓ મળી રહેશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
