ભાવનગર પાસે અકસ્માત, 19નાં મોત, વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
ભાવનગર નજીક બાવલિયાળી ગામ નજીક ટ્રક પલટી ખાતા 19 લોકોના મોત નિપજ્યાં હતા. મૃતકોમાં 12 મહિલા અને ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. સિમેન્ટ ભરેલી ટ્રકમાં 26 લોકો હતા. ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી.
રાત્રે ત્રણ વાગ્યે વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતના મૃતકો સરતાનપુરા ગામના રહેવાસી હતા. અકસ્માતને પગલે તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજુલાના કોવાય ગામેથી સિમેન્ટ ભરીને ટ્રક દહેજ જઈ રહ્યા હતા. તમામ મૃતકો બાજરીના ખેતરમાં કામ કરવા માટે ગયેલા શ્રમિકો હતા. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કામગીરી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટિવટરના માધ્યમથી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તથા ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી શુભેચ્છા આપી હતી.
