Skip to main content
Settings Settings for Dark

ભાવનગર: રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેને એમ.વેંકટેશે સારવાર લઇ રહેલ સફાઇ કામદારની મુલાકાત લીધી

Live TV

X
  • ડ્રેનેજની સાફસફાઈ દરમ્યાન રાજેશ વેગડ નામના સફાઈ કામદારનું મોત થયું હતું.

    ભાવનગરમાં દિવાળી સમયે સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેનેજની સાફસફાઈ દરમ્યાન ગૂંગળાઈ જતા રાજેશ વેગડ નામના સફાઈ કામદારનું મોત થયું હતું. આ બનાવના પગલે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેન એમ.વેંકટેશ ભાવનગર આવી પહોંચ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી, ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બીજા સફાઇ કામદારની મુલાકાત લઇ અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી. એમ.વેંકટેશે જે સફાઇ કામદારનું મોત થયું છે તેના પરિવારના સભ્યને સરકારી સહાય અને નોકરી આપવા માટે કમિશનરને ઝડપી પગલા ભરવા તાકિદ કરી હતી. આ ઉપરાંત તેઓએ  સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ, જિલ્લાની તમામ નગરપાલિકાના ચેરમેન,સફાઈ કામદારો  સહિતના લોકો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply