ભુજઃ હિંડોળા ઉત્સવમાં બનાવાઈ બુલેટ ટ્રેન, ભગવાન સ્વામિનારાયણને બેસાડાયાં ટ્રેનમાં
Live TV
-
ભુજ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ દરમિયાન બનાવવામાં આવેલી બુલેટ ટ્રેન દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. દેશમાં શરૂ થયેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને મોડેલ સ્વરૂપ બનાવી ભુજના સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ સંદેશ સાથેની બુલેટ ટ્રેનનું નિર્માણ કરાયું છે.
બુલેટ ટ્રેનમાં પાણી બચાવો, સફાઈ અભિયાન, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો, વૃક્ષા રોપણ, બેટી બચાવો જેવા દેશવ્યાપી સરકાર પ્રેરિત યોજનાઓના સંદેશાઓ વણી લેવામાં આવ્યા છે. છ કોચ સહિતની આ બુલેટ ટ્રેનમાં કુલ 12 હિંડોળા દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.
તો દરેક કોચમાં લોકજાગૃતિના સંદેશ આપતા મોડેલ ઉભા કરવામાં આવ્યા છે. 50 કારીગરો 25 દિવસ સુધી દરરોજના 12 થી 14 કલાક કાપડના કારીગર ફેબ્રિકેટર અને એક્રેલિક શીટ ફિટર કામ કરીને આ AC કોચ ધરાવતી બુલેટ ટ્રેન તૈયાર કરાઈ છે. આ બુલેટ ટ્રેન સ્વામિનારાયણ મંદિરના સંતોના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી છે.
