Skip to main content
Settings Settings for Dark

મગફળી કાંડમાં દોષીઓને બક્ષવામાં આવશે નહીંઃ આર સી ફળદુ 

Live TV

X
  • જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં , મગફળીની બોરીમાંથી ધુળ અને માટીના ઢેફા મળી આવતા થયેલી ફરીયાદ અનુસંધાનમાં , ગુજકોટ અને નાફેડના અધિકારી સહિત 27 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    ગઈકાલે આ કેસના મુખ્ય આરોપી અને ફરીયાદી મગન ઝાલાવાડીયા અને માનસિંગ લાખાણી વચ્ચેની વાતચીતની , ઓડીયો ક્લીપ વાયરલ થયા પછી તે આધારે પોલીસે માનસિંગ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.આરોપીઓના ઘર અને કાર્યાલયોની પણ તપાસ થઈ રહી છે.પોલીસ આ કેસમાં ઉંડી તપાસ કરીને પગલા લઈ રહી છે.

    કૃષિ મંત્રી આર સી ફળદુ એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીદ થયેલી મગફળીમાં માટીના ઢેફા નીકળ્યા તે કેસ માં યોગ્ય દિશા માં તપાસ આગળ વધી રહી છે 27 જેટલા લોકો ની ધરપકડ થવા સાથે જે ગોડાઉન સળગ્યા છે તે કિસ્સાઓમાં પણ પોલીસ તપાસ કરી રહી છે આ કેસ માં ગુણ દોષ આધારે પગલા લેવામાં આવશે તે વાત નો પુન: ઉચ્ચાર કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ ગુનેગાર ને છાવરવામાં આવશે નહિ
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply