મતદારોમાં જાગૃતિ લાવવાના ઈદ્દેશથી આણંદમાં બાઈક રેલી યોજાઈ
Live TV
-
આ રેલીમાં ૩૦૦થી વધુ બાઇક સવારો જોડાયા હતા. જેઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આગામી સત્તરમી લોકસભાની ચુંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે આશયથી આણંદ પોલીસ, શિક્ષણ, રમત ગમત અને અન્ય સંલગ્ન વિભાગોના સંયુક્ત ઉપક્રમે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીને જિલ્લા કલેકટર દિલીપભાઈ રાણાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ, સાથે ઉચ્ચ શિક્ષણાધિકારી અને અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લખીય છે આ મતદાન જાગૃતિ બાઈક રેલી આણંદ તેમજ વલ્લભ વિદ્યાનગરના જાહેર માર્ગો ઉપર ફરી ફરી લોકોને મતદાનના મહાપર્વમા ભાગ લેવા આહવાન કર્યું હતુ. આ રેલીમાં ૩૦૦થી વધુ બાઇક સવારો જોડાયા હતા. જેઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
