Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો, અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 41 ડીગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે.

    ગુજરાતમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ દેખાડી રહ્યો છે. ગઈકાલે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું. જ્યારે અમદાવાદ શહેરનું સૌથી વધુ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે હજુ સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં આજે પણ તાપમાન ઊચું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજસ્થાન તરફથી સૂકા પવનોને કારણે ગરમીમાં વધારો નોંધાયો છે. પરંતુ આજથી પવનની દિશા બદલાતાં ગરમી 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેશે. તો લોકો ઠંડીથી બચવા લીંબુ પાણી પીતાં નજરે જોવા મળ્યા હતા. 

    સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 41 ડીગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે. જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં સરેરાશ 41 ડીગ્રી ગરમી નોધાઇ હતી. ગરમી ના લીધે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે, જેથી રસ્તા પર પણ વાહનો અને લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના બજારોમાં પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ગરમીમાં લૂ લાગવાની પણ શક્યતાઓ વધી જાય છે. આથી ઠંડા પીણા, શેરડીનો રસ, ઝાડને છાયડે બેસી. મોંઢા પર દુપટ્ટા કે રૂમાલ બાંધી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. લોકોએ ગરમીથી બચવા માટે પાણીનો ઉપયોગ વધુ કરવો જોઈએ અને ભુખ્યા પેટે બહાર ન નીકળવું જોઈએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply