મહાત્માગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે દેશના 20 હજારથી વધું સરપંચોની ઉપસ્થિતીમાં, દેશ ખુલ્લામાં શૌચ થી મુક્ત થયો હોવાની કરશે ઘોષણા -પ્રધાનમંત્રી ગાંધી આશ્રમની મુલાકાત સાથે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગરબા કાર્યક્રમની પણ લેશે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે. બપોર બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ નજીક જ પ્રધાનમંત્રી મોદી જનમેદનીને સંબોધન કરશે. પ્રધાનમંત્રી ત્યારબાદ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે દેશના 20 હજારથી વધું સરપંચોની ઉપસ્થિતીમાં ,દેશ ખુલ્લામાં શૌચ મુક્ત થયો હોવાની ઘોષણા કરશે. સ્વચ્છ ભારત મિશનનો આરંભ 2 ઓક્ટોબર 2014ના રોજ કરાયો હતો. કાર્યક્રમમાં બાકીના વિસ્તારોના 10 હજાર સરપંચ હાજર રહેવાના છે. બે ઓક્ટોબરે ગાંધી જયંતિ પ્રસંગે આયોજીત આ કાર્યક્રમમાં વિશ્વભરના અગ્રણીઓને પણ નિમંત્રણ આપવામાં આવેલું છે.તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ન્યુયોર્ક ખાતે સ્વચ્છતા અભિયાનના સફળ સંચાલન બદલ બિલ એન્ડ મિલિંદા ગેટ્સ ફાઉન્ડેશન ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ મુલાકાત પ્રસંગે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત પણ લેશે. રાજ્યમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગરબા મહોત્સવની પણ મુલાકાત લેવાના છે.
