મહિસાગરઃ ઓરી-રૂબેલા રસીકરણના પ્રચાર અર્થે પત્રકાર પરિષદનું આયોજન
Live TV
-
પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
મહિસાગર જિલ્લા પંચાયત કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે આજ રોજ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લા આરોગ્ય ટીમે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ ડૉ.મેકવાનની ઉપસ્થિતિમાં ઓરીને નાબૂદ કરવા અને રૂબેલાને નિયંત્રિત કરવા બહોળા પ્રચાર પ્રસાર અર્થે પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ૧૬મી જુલાઈથી ૯માસ થી ૧૫વર્ષ સુધીના અંદાજે ૧.૮૦ કરોડ બાળકોને મિસેલ રૂબેલાની રસી આપવામાં આવશે.
મહિસાગર જિલ્લાના આ અભિયાન અંતર્ગત ૨.૯૨ લાખ તમામ બાળકોને આ રસીનો એક ડોઝ આપવામાં આવશે તેમજ જીલ્લાની કુલ ૧૫૮૫ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મદ્રેસાઓમાં પણ રસીકરણ કરવામાં આવશે.
