Skip to main content
Settings Settings for Dark

AIIMSની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

Live TV

X
  • ગુજરાતના 4 વિદ્યાર્થીને ટોપ 100માં સ્થાન મળ્યું છે. જેમાં અમદાવાદના 2, સુરત-રાજકોટના 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

    તબીબી અભ્યાસક્રમમાં રાષ્ટ્રીયકક્ષાની ટોચની સંસ્થા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ AIIMSની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં ગત વર્ષે 4905 વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા હતા તેની સામે આ વર્ષે 2649 વિદ્યાર્થી પાસ થયા છે.

    ગુજરાતના 4 વિદ્યાર્થીને ટોપ 100માં સ્થાન મળ્યું છે. જેમાં અમદાવાદના 2, સુરત-રાજકોટના 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. 20 ટોપર્સની યાદીમાં સૌથી વધુ સુરતના 11, અમદાવાદના 6, રાજકોટના 2 અને ભુજના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

    આ સાથે 70 જેટલા વિદ્યાર્થી AIIMSની પરીક્ષામાં ક્વોલિફાઈ થયા છે. અમદાવાદના અમિતાભ ચૌહાણે સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવ્યો છે.તો સુરતના તનુજ પ્રેસવાલાએ 32મો, અમદાવાદની સ્તૃતિ શાહે 36મો અને રાજકોટના ઋતુધ્વજ સાવલીયાએ 96મો ક્રમાંક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply