સિંહના સંરક્ષણ માટે રાજ્ય સરકારે લીધાં પગલાં, રંજાડ બદલ થઈ શકે છે 7 વર્ષની સજા
Live TV
-
એશિયાટિક સિંહના સંરક્ષણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યકક્ષાના વનમંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક મળી ગઇ
એશિયાટિક સિંહના સંરક્ષણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યકક્ષાના વનમંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક મળી ગઇ. સિંહ સંરક્ષિત વિસ્તારમાં સિંહોની પજવણી કરતી ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા અને ક્ષેત્રમાં પ્રવાસનને વેગ આપવા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
બેઠકમાં સિંહ સંરક્ષણ માટે અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ્યાં સિંહો વસવાટ અને અવર જવર કરે છે તેવા 109 ચોરસ કિલોમીટર વિસ્તારને કન્ઝર્વેશન રીઝર્વ તરીકે વિકાસવવા ઠરાવવામાં આવ્યું હતું. ગીર અભ્યારણ્યના પૂર્વ વિસ્તારમાં અમરેલી જિલ્લાના ચીખલકુબા ખાતે સાસણની જેમ નવો ટુરિઝમ ઝોન વિકસાવવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સિંહોની થતી રંજાડ કે શિકારના કિસ્સા ગેરકાયદે સિંહ દર્શન કરાવનારાઓને સબક શીખવાડવા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 9 હેઠળ પગલાં લઇને આરોપીને સાત વર્ષની સજા કરવા પણ ઠરાવવામાં આવ્યું હતું. દેવલીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે માત્ર મીની બસ સુવિધા ઉપલબ્ધ છે. હવે જીપસીમાં પ્રવાસને પણ મંજૂરી આપવામા આવી હતી. જીપ્સીની સંખ્યા 750થી વધારીને 1110 કરવા પણ નિર્ણય લેવાયો હતો.
