મહિસાગરમાં સાર્વત્રિક વરસાદ, કડાણા ડેમમાં પાણીની આવક વધી
Live TV
-
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, તો નર્મદા ડેમ 138.32 મીટરે
મહીસાગર જિલ્લાના કડાણા ડેમ માં ઉપરવાસમાંથી થઈ રહી છે પાણીની આવક, સમગ્ર મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જિલ્લામાં ચોવીસ કલાક માં 11 ઇંચ વરસાદ વરસ્યો , કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ રાજસ્થાન ના મહી બજાજ ડેમ માંથી પાણી છોડવામાં આવતા ડેમમાં પાણીની આવક 2 લાખ 5 હજાર 834 ક્યુસેક નોંધાઇ. પાણીની આવકના અનુસાર ડેમ ના 7 ગેટ 13 ફૂટ ખોલી 1 લાખ 55 હઝાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, ..ડેમનું લેવલ 416.6 ફૂટ નોંધાયું, પાણી છોડવાનું થોડું ઓછું થતા મહીસાગર જિલ્લામાં મહી નદી કિનારેના લોકો માટે થોડી રાહત, ..સમગ્ર જિલ્લામાં પાછલા 24 કલાક માં સાર્વત્રિક વરસાદ વરસ્યો, ..લુણાવાડા તાલુકામાં 87 મીમી, ખાનપુર તાલુકામાં 69 મીમી , વીરપુર તાલુકામાં 64 મીમી, સંતરામપુર તાલુકામાં 31 મીમી, કડાણા તાલુકામાં 23 મીમી, સમગ્ર જિલ્લામાં ચોવીસ કલાક માં 274 મીમી એટલે કે 11 ઇંચ વરસાદ વરસ્યો છે.મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે ખાનપુરમાં આવેલ બાકોર ગામનું તળાવ ઓવરફ્લો થયુ, અને ગામમાં પ્રવેશવાના માર્ગ પર પાણી જ પાણી જોવા મળ્યુ હતુ..
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો, બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા..તાપીમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ
તાપીમાં ઉપરવાસમાં પાણીની આવકને પગલે ડેમનું લેવલ 339.94 ફૂટ છે..રુલ લેવલ 340 ફૂટ, ઇન ફ્લો-1,74,760 ક્યુસેક, આઉટ ફ્લો- 1,42,972 ક્યુસેક છે.. હાલ ડેમના 11 ગેટ 5 ફૂટ, 1 ગેટ 6 ફૂટ જ્યારે 1 ગેટ 4 ફૂટ ખોલી આમ કુલ 13 ગેટ ખોલી 1,42,972 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.ડેમની ભયજનક સપાટી 345 ફૂટ..ડેમ ભયજનક સપાટી થી માત્ર પાંચ ફૂટ દૂર.નર્મદા ડેમની સપાટી 138.32 મીટરે પહોચી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 138.32 મીટરના ઐતિહાસિક સ્તરે પહોચી છે.હાલ પાણીની આવક 8લાખ 11 હજાર ક્યુસેક નોંધાઇ.ડેમ ના 23 દરવાજા 4.40 મીટર ના અંતરે ખોલાયા.23 દરવાજા ખોલીને હાલ 8 લાખ 11 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.કેવડિયા પાસે આવેલ ગોરા પુલ 8 દિવસ થી રાહદારીઓ માટે બંધ..ડેમ માં પાણી નો હાલ સંગ્રહ 5684.47( લાઈવ સ્ટોરેજ) છે
