Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • રાજ્યમાં જન ઉમંગ ઉત્સવ - નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે , PM નર્મદાના નીર વધાવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. સરદાર સરોવર નર્મદા બંધ ઐતિહાસિક 138 મીટરની સપાટી વટાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ આગામી 17મી સપ્ટેમ્બરે રાજ્યમાં જન ઉમંગ ઉત્સવ - નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાશે, જેમાં પ્રધાનમંત્રી હાજરી આપશે.

    રાજ્યભરમાં નગરો, મહાનગરો, જિલ્લા, તાલુકા મથકો સહિતની 1 હજારથી વધુ જગાએ જનસમૂહો, સાધુસંતો, સેવા સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત યોજાશે.કેવડિયા સહીતનો વિસ્તાર SPGના હવાલે કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ગુજરાત આવી માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા પહોંચશે. ત્યાર બાદ હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે અને બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply