સરદાર સરોવરે ડેમે ઐતિહાસિક સપાટી વટાવી, સપાટી 138 મીટરને પાર
Live TV
-
17 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ 'નમામિ દેવી નર્મદે' મહોત્સવની તૈયારીઓ શરુ - દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતા મોટાભાગના ડેમ થયા ઓવરફ્લો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમે તેની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે.અને સપાટી 138.32 મીટરે પહોંચી છે. જળસપાટી નર્મદાબંધની સર્વોચ્ચ જળસપાટી થી માત્ર 30 સેન્ટી મીટર દૂર છે.
રાજ્યમાં પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. તેમજ પાણીની આવક 8 લાખ 11 હજાર ક્યુસેકથી વધુ છે. જયારે ડેમના 23 દરવાજા 5.4 મીટર ખોલાયા છે અને 8 લાખ 11 હજાર 240 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેવડીયા પાસે આવેલા ગોરા પુલ સતત 7 દિવસથી રાહદારીઓ માટે બંધ છે.
