શહેરમાં ઈન્ટરનેશનલ મેગા ટ્રેડફેરનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ઇન્ડીયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડફેરનો આરંભ કરાવતા કહ્યું હતું કે વિશ્વના તેજી અને મંદીના માહોલ વચ્ચે પણ આપણે સાહસીકતા , બચત અને ગ્રાહક બજારની વિરાસતથી વેપાર - કારોબાર તેમજ અર્થતંત્રને જાળવી રાખ્યા છે.
તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પણ પોલિસી ચેન્જથી અને ખરીદ શક્તિ જળવાઇ રહે તે માટે અસર કારક પગલા ભર્યા છે. આ ટ્રેડ ફેરમાં ભુતાન અને બાંગ્લાદેશ સહિત આઠ દેશ તેમજ ભારતના 9 રાજ્યના 300થી વધુ ઉત્પાદકોએ ભાગ લીધો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસમાં લઘુ , નાના અને મધ્યમ ઉદ્યોગોની ભુમિકાને પણ ઘણી મહત્વની ગણાવી હતી.
