મહિસાગર : કડાણા ડેમના રિપેરિંગ કામનું સાંસદને કર્યું નિરીક્ષણ
Live TV
-
મહિસાગર અને તેની આસપાસના 8 જિલ્લાઓ માટે કડાણા ડેમ જીવાદોરી સમાન છે.ડેમમાં પાણીની વધારે આવકને જોતા લાખો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા તટ વિસ્તારમાં ખાડો પડી ગયો હતો.
આ ખાડાને ભરવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.અધિકારીઓ રાત-દિવસ એક કરીને કામ કરી રહ્યા છે.ત્યારે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે આ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.અને માહિતી મેળવી હતી અને કામગીરી સારી રીતે ચાલી રહી છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.
