Unlock 2.0 : CM રૂપાણીનો મોટો નિર્ણય, રાજ્યમાં હવે રાતે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે
Live TV
-
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતીકાલ 1 જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે. તેને પગલે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.
