રાજ્યમાં સતત ત્રીજા દિવસે 600થી વધારે કેસ, સુરતમાં આંકડો 200ને પાર
Live TV
-
સુરતમાં સૌપ્રથમવાર કેસનો આંક 200 ને પાર - તો અમદાવાદમાં નોંધાયા નવા 236 કેસ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવના કેસ 600 ને પાર થયા છે. આજે રાજ્યનાં આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં નવા 626 કેસ નોંધાયા હતા. તો 440 દર્દીઓ ને રજા આપવામાં આવી હતી.
જયારે સમગ્ર રાજ્યમાં 19 દર્દીઓના સારવાર દરમ્યાન મરણ થયા હતા, તો અમદાવાદમાં 236 કેસ નોંધાયા હતા અને સુરતમાં પ્રથમવાર કોરોના પોઝીટીવ નો આંક 200 ને પાર થયો છે. જયારે પાટણમાં 20 કેસ, રાજકોટ અને આણંદમાં 11-11 અને મહેસાણા તથા અમરેલીમાં પણ, 10-10 કેસ નોંધાયા છે.
